ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ખૂબ જ વિપરીત થઈ રહી છે અને દિવસે ને દિવસે નવા નવા નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના ને કાબુમાં લેવા માટેના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જોકે સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી રહી છે તેવું લાગી રહ્યુ છે. ગુજરાતમાં કોરોના બેકાબુ બની ચૂક્યો છે. રોજના સરેરાશ પાંચ હજારથી વધારે કેસો આવી રહ્યા છે. એવામાં જરૂરી છે.
કે સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણ લગાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.જાહેર પરિવહન યથાવત રીતે ચાલી રહ્યા છે તેવા માં રાજકોટમાંથી ખુબજ ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે.
બીજી ઘાતક લહેરમાં રાજકોટ એસ.ટી.બસ પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. આ પ્રકારના લોકો કોરોના ના ખૂબ જ સુપર સ્પ્રેડર બની રહ્યા છે.
તેવામાં તંત્ર દ્વારા કડક માં કડક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યા છે. જેના પગલે એસ.ટી તંત્ર દ્વારા પણ કડક પગલાં ઉઠાવી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધી 1,40,74,564 કોરોના ના કેસ નોંધાયા છે. તેમાં ડિસ્ચાર્જ ની સંખ્યા 24,29,564 લોકો કોરોના માંથી ડિસ્ચાર્જ થયા છે.
અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસ 14,71,877 છે અને દેશમાં કુલ મૃત્યુનો આંકડો 1,73,121 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment