મિત્રો આપણે ઘણા એવા દરિયાદિલ લોકોને જોયા હશે જે સમાજસેવા માટે ખૂબ જ દાન કરતા હોય છે. અને સમાજસેવા માટે હંમેશા આગળ રહેતા હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનના સીકર જિલ્લાના ખંડેલામાંથી તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
ખંડેલામાં રહેતા રહેતા 90 વર્ષના ખેડૂતે ગામના લોકોના સ્વાસ્થ્ય માટે કરેલું કાર્ય સાંભળીને તમે પણ તેમને સલામ કરશો. મળતી માહિતી અનુસાર આ ગામમાં હોસ્પિટલ બનાવવા માટે જમીન મળતી ન હતી. ત્યારે ગામના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગામના 90 વર્ષીય ખેડૂત સુરજસિંહએ પોતાની ચાર વીઘા જમીન હોસ્પિટલ બનાવવા માટે દાન કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ ખેડૂત સુરજ છીએ પોતાના દીકરા વિજયપાલની યાદમાં એક પણ રૂપિયો લીધા વગર પોતાની ચાર વીઘા જમીન હોસ્પિટલ બનાવવા માટે દાન કરી હતી. ખેડૂત સુરજસિંહનું આ કામની ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહી છે. સુરજસિંહના આ કાર્યને જાણીને લોકો તેમને સલામ કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આ ગામમાં 1986માં આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ગામના આરોગ્ય કેન્દ્રમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો ન હતો. ત્યારે હાલમાં ખેડૂત સુરજસિંહના પુત્રવધુ અને પંચાયતના લોકોએ હોસ્પિટલના પ્રમોશન માટેની માંગણી કરી હતી.
ત્યારે જમીને ન હોવાના કારણે માંગણી પૂરી થઇ ન હતી. ત્યારબાદ ખેડૂત સુરજસિંહે એક પણ રૂપિયો લીધા વગર પોતાની ચાર વીઘા જમીન આરોગ્ય માટે દાન કરવાનું નક્કી કર્યું હતું. આ પહેલા સુરજસિંહે સરકારી શાળા માટે પણ પોતાની જમીન દાન આપી હતી.
મળતી માહિતી અનુસાર સરકારી શાળામાં બે વર્ષ પહેલા બાળકોને મેદાન માટેની જગ્યા ન હતી. ત્યારે ખેડૂત સુરજસિંહે બાળકોના મેદાન માટે એક વીઘા જમીનનું દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર 1982માં સુરજસિંહના દીકરા વિજયપાલનું એક અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે પોતાના દીકરાનું નામ અમર રાખવા માટે સુરજસિંહે ગામમાં હોસ્પિટલ બનાવવા માટે પોતાની ચાર વીઘા જમીનનું દાન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment