વડોદરા પાસે એક કાર ચાલકે બે બાઇકને લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 2:31 pm, Tue, 19 April 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસે મોડી રાત્રે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર એક કાર ચાલકે બે બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રી સહિત ત્રણ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા માતા અને દીકરી ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ગીતા અશોકભાઈ અને દીકરી અનન્યા અને મોપેડ ચાલક કમલેશભાઈનું કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મુકીને ભાગી ગયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વાઘોડિયા પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કમલેશભાઈ જરોદ ખાતે પોતાના સાસરિયામાં આવ્યા હતા. ત્યારે તેમને કંપનીના કામ માટે રાજસ્થાન જવાનું હતું. તેઓ મોડી રાત્રે પોતાની મોપેડ બાઇક લઇને જરોદથી નીકળ્યા હતા. મળતી માહિતી અનુસાર વડોદરા રેલવે સ્ટેશન પર તેઓ મોપેડ પાર્ક કરીને ટ્રેનમાં જવાના હતા.

ત્યારે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ હાલોલ વડોદરા હાઇવે ઉપર કોટંબી ગામ પાસે તેમની મોપેડને એક કાર ચાલકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારચાલકે અન્ય એક બાઇકને પણ જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બેઠેલા અશોકભાઈ, તેમની પત્ની નીરૂબેન અને બે દીકરીઓને ગંભીર ઈજા પહોંચી હતી.

તે પૈકી અશોકભાઈ અને તેમની છ વર્ષની દીકરી અનન્યાનું મૃત્યુ થયું હતું. જ્યારે અશોકભાઈની પત્ની અને અન્ય એક દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ફરાર થઇ ગયેલા કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરા પાસે એક કાર ચાલકે બે બાઇકને લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*