રાજ્યના રેલવે મુસાફરોને લઇને આવ્યા મોટા આનંદના સમાચાર,જાણો શું છે આ સમાચાર.

175

કોરોનાવાયરસ નો ડર હવે લોકોમાં ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે કારણકે કોરોના થી બચવા માટેની ઘણી બાબતોનું લોકો ધ્યાન રાખતા થયા છે. કોરોના સાથે જીવતા શીખવું પડે તેવી હાલમાં સ્થિતિ છે. આ બધા વચ્ચે રેલવે દ્વારા અમદાવાદ થી મુંબઈ ડબલ ડેકર ટ્રેન ચાલુ થતાં દિવાળીના કામોમાં તેજી આવશે. પશ્ચિમ રેલવે દ્વારા 17 ઓક્ટોબર થી અમદાવાદ અને મુંબઈ વચ્ચે ડબલ ડેકર એસી સ્પેશિયલ ટ્રેન રવિવારસિવાય અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે.

ડી.આર.એમ દીપક ઝાએ જણાવ્યું કે, આગામી સૂચના સુધી ડબલડેકર ટ્રેન દોડાવવામાં આવશે. હાલ 17 ઓક્ટોબર થી આ ટ્રેન અમદાવાદથી સવારે 6:00 વાગ્યે ઉપડી બપોરે 13:00 વાગ્યે મુંબઈ પહોંચી જશે. જ્યારે પરત ફરતા મુંબઈથી આ ટ્રેન બપોરે 14:20 વાગ્યે ઉપડી રાતે 21:40 વાગે અમદાવાદ પહોંચશે.

આ મુસાફરી દરમિયાન બંને દિશામાં આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશન પર રોકાશે.એસી ચેર કાર કોચ ધરાવતી.

આ ટ્રેન રિઝર્વેશન ૧૫ ઓક્ટોબરથી શરૂ થશે અને આમ આ નિર્ણયથી મુસાફરો મા ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!