હાલમાં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં દાદી અને પૌત્ર પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર દાદી અને પૌત્ર લગ્નમાં જવા માટે બસ સ્ટેશન પર વાહનની રાહ જોઇને ઊભા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બંનેને અડફેટેમાં લીધા હતા.
આ ઘટનામાં પૌત્રનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે દાદીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ઝાંસી-મૌરાનીપુર હાઈવે પર ભીટોરા ગામ પાસે બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી હતા. ભીટોરા ગામના રહેવાસી 70 વર્ષીય બુન્દા દેવી અને 8 વર્ષીય પૌત્ર હર્ષ લગ્નમાં જવા માટે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ગામના બસ સ્ટેશન પર વાહનની રાહ જોઈ રહ્યા હતા. પાછળથી બીજા સંબંધીઓ ત્યાં આવી રહ્યા હતા.
બંને રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બંનેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં 8 વર્ષીય હર્ષનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ત્યારે અકસ્માતની ઘટના બન્યા બાદ દાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન આજરોજ સવારે તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારના નંબરના આધારે કાર અને કાર ડ્રાઈવર ની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બનતા જ ઘરમાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. એકસાથે દાદી અને પૌત્ર અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment