એક પિકઅપ ચાલકે ઘરે જઈ રહેલ વ્યક્તિને પાછળથી ટક્કર લગાવીને તેનો જીવ લઇ લીધો – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ

Published on: 3:06 pm, Thu, 19 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પીકઅપ ચાલકે એક વ્યક્તિ પર ચઢાવીને તેનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે ગુનામાં બની હતી. અહીં ધોસિપુરામાં રહેતું 34 વર્ષીય કુસ્તીબાજ કેવટ બિલોનીયામાં વેરહાઉસમાં કામ કરતો હતો.

બુધવારના રોજ તે સવારે ઘરેથી કામ પર નીકળી ગયો હતો. સાંજે છ વાગ્યાની આસપાસ કામ પૂર્ણ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે વેરહાઉસના કેમ્પસમાં એક પીકઅપ ચાલકે પાછળથી કુસ્તીબાજ કેવટને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના બન્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો આરોપ છે કે, જાણીજોઈને પીકઅપ ચાલકે આ ઘટનાને અંજામ આપ્યો છે. સમગ્ર ઘટના વેરહાઉસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે ઘણા લાંબા સમયથી પીકઅપ પાર્ક કરેલું દેખાઈ રહ્યું છે.

જ્યારે પીકઅપ ચાલક કુસ્તીબાજ કેવટને આવતા જોવે છે, ત્યારે પૂરપાટ ઝડપે કુસ્તીબાજ કેવત પર પીકઅપ ચડાવી દે છે. અને ત્યારબાદ પીકઅપ પર બ્રેક લગાવે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા પીકઅપના ડ્રાઈવર અને કુસ્તીબાજ વચ્ચે પૈસાની લેવડ-દેવડને લઈને ભારે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટના બે દિવસ બાદ આ ઘટના બની હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પીકઅપ ચાલક સામે બેદરકારી અને બેદરકારીથી વાહન ચલાવવાના ગુનો નોંધીને પીકઅપ ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પિકઅપ ચાલકે ઘરે જઈ રહેલ વ્યક્તિને પાછળથી ટક્કર લગાવીને તેનો જીવ લઇ લીધો – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*