અમદાવાદમાં ત્રણ પૌત્રો સાથે સાયકલ લેવા જઈ રહેલા દાદાને રસ્તામાં નડ્યો અકસ્માત, દાદાનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 3:50 pm, Wed, 15 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી રહ્યા છે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો-ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે અમદાવાદમાં મંગળવારના રોજ સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ પૌત્રો સાથે સાયકલ લેવા જઈ રહેલા દાદાને આઈસર ચાલકે અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજના સમયે નારોલ સર્કલ પાસે બની હતી.

અહીં ત્રણ પૌત્રો સાથે દાદા સાયકલ લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન આઈસર ચાલકે દાદા અને ત્રણેય પૌત્રોને અડફેટેમાં લીધા હતા. આ ઘટના બનતા જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં દાદાને ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

ઘટના બનતા જ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાદાનુ મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ત્યારે અમદાવાદમાં આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના નરોડા દાસ્તાન સર્કલ પાસે બની હતી. અહીં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં બાઇક ચાલક યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ જયદેવ ગઢવી હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક બાઇક ચાલક યુવકને 20 મીટર સુધી ઘસડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં ત્રણ પૌત્રો સાથે સાયકલ લેવા જઈ રહેલા દાદાને રસ્તામાં નડ્યો અકસ્માત, દાદાનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*