મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા ગુજરાત સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.કારણ કે આમ થતા પાટીદાર અનામત પણ માન્ય ગણાશે નહીં. આવો જાણીએ શું છે સમગ્ર માહોલ.
રાજ્યમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર માટે ચિંતામાં વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે પાટીદાર અને બીજા ઘણા સમાજના આંદોલનને શાંત પાડવા માટે EWS અનામત આપી છે.EWS અનામત થાય તો આગામી સમયમાં આંદોલન પાછા શરૂ થાય તેવા એંધાણ મળી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 13 ટકા અનામત સામે સ્ટે આપ્યો છે. સુપ્રીમના જણાવ્યા અનુસાર, અનામતનું પ્રમાણ કોઈપણ સંજોગોમાં 50 ટકાથી વધવું ના જોઈએ. મરાઠા સમુદાયને આર્થિક અને સામાજિક રીતે પછાત ગણીને 13 ટકા અનામત અપાયું હતું. મરાઠા સમુદાયને ટકા અનામત હજામત નું પ્રમાણ 62 ટકા એ પહોંચ્યું હતું.
રાજ્યમાં પણ 2015માં પાટીદાર આંદોલન થયું હતું જેને પરિણામે ગુજરાતમાં તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ખુશી છોડવાનો વારો આવ્યો હતો.ફરીથી ચૂંટણી પહેલા પાટીદાર અનામતનું ભૂત ધૂનશે તો ગુજરાતમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઇ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment