મોદી સરકારના નિર્ણયથી ખેડૂતો થયા અતિ નારાજ, હજારોની સંખ્યામાં ટોળાં સાથે ઉતર્યા રસ્તામાં અને કર્યો વિરોધ

Published on: 6:12 pm, Fri, 11 September 20

કેન્દ્ર સરકારના ત્રણ નીતિના વિરોધમાં ખેડૂતોએ જોરદાર વિરોધ કર્યો છે. હકીકતમાંજોઈએ તો,ભારતીય કિસાન સંઘ અને અન્ય કિસાન સંગઠનોએ ગુરૂવારના રોજ હરિયાણાના કુરુક્ષેત્રમાં પીપલી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યુ હતું. કિસાન સંજય દાવો કર્યો હતો કે, અમારા સંગઠનો પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે.

હરિયાણામાં રસ્તા પર ઉતરેલા ખેડૂતો મોદી સરકારના ત્રણ નીતિનો વિરોધ કરી રહ્યા છે. જે માર્કેટ યાર્ડ અને ખેડૂતો સાથે જોડાયેલા છે.મોદી સરકારે ત્રણ નીતિ દ્વારા પાક અને તેની ખરીદી સંબંધિત નવાનિયમો બનાવ્યા છે જેનાથી ખેડૂતો ખૂબ જ નારાજ છે.

પેલા અધ્યાદેશ અનુસાર હવે વેપારી માર્કેટયાર્ડની બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે.પહેલા ખેડૂતોનો પાક ફક્ત યાર્ડમાંથી ખરીદી શકાતો હતો. તો વળી કેન્દ્ર હવે દાળ, ડુંગળી, બટાકા આના જેવી જીવન જરૂરિયાત વસ્તુ ને નિયમથી બહાર તેની સ્ટોક મર્યાદા ખતમ કરી દીધી છે.

ગુરૂવારના રોજ આ મુદ્દાને લઇને ખેડૂતોએ બરાબરની નારેબાજી કરી હતી, ત્યારે આ બાબતે પોલીસનું કહેવું છે કે,આ લોકોએ રોડ પર જામ કર્યું હતું અને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ખેડૂતોએ ગાડીઓના કાચ તોડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે,આ લોકોને હટાવવા માટે પોલીસે તેમના પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રદર્શનકારીઓએ વાહન વ્યવહાર રોકીને નેશનલ હાઈવે 22 પર ધરણા કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!