આદિવાસી સમાજ ના દરેક ગામડા માં સારી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક અને રોડ રસ્તા બનાવવામાં આવશે : ઈસુદાન ગઢવી

Published on: 3:44 pm, Tue, 9 August 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ વિશ્વ આદિવાસી દિવસના અવસર પર આદિવાસી દિવસ ના મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા અને સંબોધતા કહ્યું કે હું દરેક આદિવાસી જે તેમના જળ જમીન અને જંગલ માટે સંઘર્ષ કરી રહ્યા છે તેવા તમામ આદિવાસીઓને આદિવાસી દિવસની શુભકામના પાઠવું છું. અરવિંદ કેજરીવાલ ભારતમાં પહેલીવાર ગુજરાત માં છોટાઉદેપુર અને બોડેલીમાં આવીને આદિવાસી સમાજ

માટે જે ગેરંટીઓ આપી છે તેમાં ઈશુદાન ગઢવી એ કહ્યું કે મારી વિનંતી છે કે આદિવાસી સમાજ તેના પર ધ્યાન દોરે.પેસા કાનુન જે વર્ષોથી લાગુ કરવાની વાતો ચાલી રહી છે તેને લાગુ કરવાની ગેરંટી અરવિંદ કેજરી વાલે આદિવાસી સમાજને આપી છે એટલા માટે તમામ આદિવાસીઓને મારી વિનંતી છે કે આ વચનને લઈને જનજાગૃતિ દરેક આદિવાસીઓ સુધી પૂરી પાડે.

આ કાનુન અનુસાર નિર્ણય લેવાની શક્તિ ગ્રામસભા પાસે હોય છે કેમકે ઘણી આદિવાસી સમાજની જંગલ અને જમીન તેમને પૂછ્યા વગર જ વેચી દેવામાં આવે છે. પરંતુ આ કાનૂન હેઠળ આદિવાસીઓની ગ્રામસભાની મંજૂરી વગર એક પાંદડું પણ હલાવી શકશે નહીં અને આદિવાસીઓની જળ જમીન અને જંગલ ઉપર તેઓનો કબજો કાયમી માટે રહેશે.

અરવિંદ કેજરીવાલ એ આદિવાસીઓને પાંચ ગેરંટીઓ આપી છે જેમાં બંધારણીય અનુસૂચિ પાંચ લાગુ કરવામાં આવી છે. જે આદિવાસીઓના કાચા મકાન છે તેમને પાકા મકાન બનાવી આપવામાં આવશે અને પાંચ વર્ષની અંદર ગામડાઓના રોડ પર પાકા બનાવવામાં આવશે અને આદિવાસી સમાજ માટે સારી સ્કૂલો બનાવવામાં આવશે અને સારા મહોલ્લા ક્લિનિક બનાવવામાં આવશે અને ટ્રાયબલ એડવાઈઝરી કમિટી ના ચેરમેન કોઈ આદિવાસી ને જ બનાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આદિવાસી સમાજ ના દરેક ગામડા માં સારી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક અને રોડ રસ્તા બનાવવામાં આવશે : ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*