આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં કપાસનું સૌથી સારું અને સૌથી વધારે ઉત્પાદન થાય છે અને તેમાં પણ ગુજરાતમાં સૌથી સારી ક્વોલિટીના કપાસનું ઉત્પાદન થાય છે. આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે
અને કપાસની માંગ ખુબ વધારે હોવાથી ખેડૂતોને ખૂબ જ સારો એવો ભાવ મળી રહ્યો છે.આ વર્ષે કપાસના ભાવ માં મોટામાં મોટો વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1500 થી 2016 સુધી બોલાય રહ્યો છે
જ્યારે અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1430 થી 2081, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1600 થી 2050 રૂપિયા સુધી પહોંચી ગયો છે.મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1400 થી 2000, જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1050 થી 2050 સુધી પહોંચ્યો છે
જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1200 થી 2076, જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1500 થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1500 થી 2016, બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1620 થી 2085,
જયપુર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1700 થી 2105 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિસાવદર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1415 થી 2071, કપાસના નિષ્ણાંતોનું માનવું છે કે હજુ કપાસના ભાવ 2300 રૂપિયા સુધી પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment