ગુજરાત રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, શિક્ષકોને મળશે 4200 ગ્રેડ પે….

Published on: 10:10 am, Thu, 10 December 20

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં ખૂબ જ વધારો થયો હતો. તેવામાં લાંબા સમયથી ચાલતા શિક્ષકોને સંઘર્ષ નો આજે અંત આવ્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કહેવા મુજબ 4200 ગ્રેડ પે પરના આંદોલનમાં થશે સુધારો. આ અંગે નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. આ બેઠકમાં નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક થઇ હતી. નવ વર્ષ પૂરા કરનાર શિક્ષકો ને મળશે 4200 ગ્રેડ પે નો લાભ.

અને ગુજરાત રાજ્યમાં 65000 શિક્ષકોને મળી શકે છે ગ્રેડ પે નો લાભ. આ અંગે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી.આ 4200 ગ્રેડ પે આંદોલન ની શરૂઆત જ્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતા 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો.

જેના કારણે શિક્ષકોએ સરકારનો વિરોધ થયો હતો.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે હવેથી પ્રમોશન માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં.

શિક્ષકોની અને સામાન્ય વહીવટી વિભાગો સાથે આ વાતનું પ્રોમિસ કર્યું હતું.આનાથી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને ખૂબ જ લાભ મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!