ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાતમાં આ તારીખ બાદ વરસાદની આગાહી, જાણો વિગતે.

Published on: 4:58 pm, Tue, 6 July 21

આ વર્ષે ગુજરાતમાં વરસાદનું આગમન ગત વર્ષ કરતા પહેલા થયું હતું અને રાજ્યમાં શરૂઆતના દિવસોમાં વરસાદ ખૂબ જ સારો પણ પડ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદ ખૂબ જ ઓછો થઈ ગયો છે. અને ખેડૂતોએ પાકનું વાવેતર કરી નાખ્યું છે.

અને વરસાદ ઓછો થતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. તેવામાં વરસાદને લઈને રાજ્યમાં મોટા અને રાહત સમાચાર સામે આવ્યા છે.

જેમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 10 જુલાઇ પછી વરસાદ ફરીથી જમાવટ જમાવી શકે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 10 જુલાઈ બાદ વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 11 જુલાઈ બંગાળની ખાડીમાં લો પ્રેસર બની રહ્યું છે. આ લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ નું જોર વધી શકે તેવી શક્યતાઓ છે.

ઉપરાંત ગુજરાતવાસીઓ અને જુલાઈ સુધી ભારે ઉકળાટ સહન કરવો પડશે. 11 જુલાઈએ ગાંધીનગર અને અમદાવાદ માં હળવો પડતા વરસાદની આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે સારા સમાચાર : ગુજરાતમાં આ તારીખ બાદ વરસાદની આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*