ખેડૂતો માટે આનંદના સમાચાર,ખાતર ના ભાવ ને લઈને સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારના સિનિયર કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા એ ખેડૂતોના હિતમાં ખાતરના ભાવ વધારા મામલે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવાની જાહેરાત કરી હતી તો બીજી બાજુ આજની સ્થિતિએ પણ

ગુજરાતમાં ખેડૂતો પાસેથી ખાતરના વધેલા ભાવ લેવામાં આવતા હોવાના પુરાવા સાથે ની રજૂઆત કરીને ભારતીય કિસાન સંઘે ખેડૂતો પાસેથી લેવાતો ખાતર નો ભાવ વધારો લેતી કંપની પાસે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને આ અંગેના પુરાવા રજૂ કર્યા હતા. ભારતીય કિસાન સંઘે કરેલી રજૂઆતમાં વધુ ભાવ

ઉઘરાવનારી સહકારી મંડળી સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે.હાલમાં રવિ પાકના વાવેતરની મોસમ છે ત્યારે ખેડૂતો પાસેથી કંપનીઓ દ્વારા નિર્ધારિત ભાવ કરતાં વધુ ભાવ લેવાતા ખેડૂતોને વધુ આર્થિક ફટકો પડયો છે.

પરિણામે જુના ભાવે ખાતર આપવાની માંગ પણ ખેડૂતોએ કરી છે. ખેડૂતોના હિતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરેલી જાહેરાતનો ખાતર વેચાણ કરતી કંપની અમલ કરી ખેડૂતોને રાહત આપે તો ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*