બસ, ટ્રક અને ટેમ્પા વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ…

Published on: 11:04 am, Fri, 12 November 21

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે વલસાડ ભીલાડ નજીક બનેલા ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક, બસ અને ટેમ્પા વચ્ચે ટક્કર થતા સર્જાયો હતો.

અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા ઉપરાંત 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર કનાડુ ગામના મુકેશભાઈ નામના વ્યક્તિ પોતાની પત્ની સાથે ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત વલસાડના ભીલાડ નજીક સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક, બસ અને ટેમ્પા વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઇ કે ટ્રકનો તો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ ઉપરાંત બસ અને ટેમ્પાને પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કોની ભૂલના કારણે બન્યો તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બસ, ટ્રક અને ટેમ્પા વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, પતિ-પત્ની સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*