ખેડૂતો માટે ખુશીના સમાચાર : રાજ્યની રૂપાણી સરકારે ખેડૂતો માટે લીધા મોટા નિર્ણય…

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અપાતી વીજળી માં એક કરોડ યુનિટનો વધારો કરી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર માહિતી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આપી છે. મળતી માહિતી મુજબ દૈનિક સરેરાશ મુજબ સાડા છથી સાત કરોડ યુનિટ વીજળી નો ખેતીવાડી ક્ષેત્ર માં વપરાશ થાય છે.

ગુજરાત રાજ્યમાં આ વખતે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને સિંચાઈ ને લઇને ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોને રાહત આપવા માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે આપેલી માહિતી મુજબ રાજયમાં વરસાદ ખેંચાતાં ઊર્જા વિભાગે ખેડૂતોને વધુ વીજળી ફાળવી છે. આ ઉપરાંત ગત ઓગસ્ટ મહિનામાં 9.3 કરોડ યુનિટ વીજળી આપવામાં આવી હતી.

આ ઉપરાંત અગાઉ પણ રાજ્ય સરકારે ખેડૂતોને ઉજ્વલા યોજના અંતર્ગત 8 કલાક ને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી મુજબ જેમાં ખેડૂતોને દરરોજ 6 થી 7 કરોડ યુનિટ વીજળી આપવામાં આવે છે.

ત્યારે હવે ખેડૂતોને અપાતી વીજળી માં 1 કરોડ યુનિટનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*