વડોદરામાં દારૂ લઈને જતી એક બાઈક નું થયું અકસ્માત, બાઈક ચાલકને…

Published on: 2:48 pm, Mon, 16 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે કેટલીક વખત તો કેટલા લોકો નશાની હાલતમાં બાઇક કે કાર ચલાવે છે અને સામેવાળા નિર્દોષ લોકોને પોતાની ઝપટમાં લે છે. ત્યારે ગઇકાલે વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા શિવમ પાર્ટી પ્લોટ સામે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયું છે.

મળતી માહિતી મુજબ એક વ્યક્તિ મોટરસાયકલ ઉપર દેશી દારૂની પોટલીઓ લઈને જતો હતો તે દરમિયાન તેનું અકસ્માત થયું હતું.

અકસ્માતના કારણે રસ્તા પર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.  રોડ પર દેશી દારૂ પડવાના કારણે ખૂબ જ ખરાબ દુર્ગંધ વાતાવરણમાં ફેલાય હતી.

મળતી માહિતી મુજબ જ્યારે અકસ્માત થયું ત્યારબાદ બાઈક ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. રસ્તા પર પડેલી દેશી દારૂની પોટલી જોવા માટે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

મળતી માહિતી મુજબ જ્યારે બાઇકચાલકને અકસ્માત થયું ત્યારે તે દારૂ ની પોટલી અને પોતાની બાજુ ત્યાં જ છોડીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

આસપાસના લોકોએ રોડ પર પડેલા દારૂ અને તેની બાઈક નો વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં દારૂ લઈને જતી એક બાઈક નું થયું અકસ્માત, બાઈક ચાલકને…"

Leave a comment

Your email address will not be published.


*