અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાયની ચુકવણી શરૂ કરાઇ છે. ધનતેરસથી શરૂ થયેલી આ ચૂકવણીમાં અત્યાર સુધીમાં ફૂલ સાત લાખ રૂપિયાની સહાય ચૂકવાય છે.
અતિવૃષ્ટિ પાક નુકશાની માટે કુલ 1 લાખ 20 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી જેમાં ચાર જિલ્લામાં 23 તાલુકા માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.
સરકારે હેકટર દીઠ 13 હજાર ચૂકવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય અંતર્ગત ખેડૂતોને SDRF ના ધારાધોરણ મુજબ બે હેક્ટર ની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 અપાશે.
આ ઉપરાંત જો કોઈ પણ ખાતેદારને ઓછી સહાય પ્રાપ્ત થતી હશે તેવા ખાતેદારોને ઓછામાં ઓછી પાંચ હજાર રૂપિયાની સહાય પણ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે જામનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે. આ ચાર જિલ્લામાં કુલ 2.84 લાખ ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ જેટલા
ખેડૂતોએ સહાય માટેની અરજી કરી છે અને હજુ પણ આવનારા દિવસોમાં બાકી રહી ગયેલા ખેડૂતો અરજી કરશે અને રાજ્ય સરકાર સીધા તેમના બેંક ખાતામાં સહાય જમા કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment