દિવાળી પહેલા રાજ્યની ભુપેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ગુજરાતના અનેક લોકોને થશે ફાયદો

Published on: 9:50 am, Wed, 3 November 21

ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. ગાંધીનગર સેક્ટર 6માં બનેલા સરકારી આવાસ નું પણ લોકાર્પણ કર્યું છે.

લોકાર્પણની સાથે જજરિત આવાસ માં રહેલા કર્મચારીઓને નવા ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે પણ મહત્વનો નિર્ણય કર્યો છે.

એસટી વિભાગ દિવાળીના તહેવારો પર વધારાની બસો દોડાવશે અને લોકોના પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકોની અવર જવર વધારે હોવાના કારણે 290 થી વધારે એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

1 લી નવેમ્બરથી રાજ્યની અંદર મફત અનાજ નું વિતરણ ચાલુ થવાનું હતું. સસ્તા અનાજની દુકાનો પર અનાજનો પુરતો જથ્થો ન પહોંચવાના કારણે અનાજ વિતરણ ચાલુ થયું નથી.

આવનારા દિવસોમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થશે ત્યાર પછી અનાજનું વિતરણ ચાલુ કરવામાં આવશે. જો કે રાજ્ય સરકારની જાહેરાત પછી આ બેદરકારીનો કિસ્સો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!