ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. શાસક તરીકે ભાજપ મજબૂત બની રહ્યું છે
તો વીપક્ષ તરીકે કોંગ્રેસ નબળું પડવાના સાથે વિભાજિત થઈ રહી છે ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસના સ્થાને આમ આદમી પાર્ટી ઉભરી રહી છે.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી ની વાતો ઉઠી રહી હતી
ત્યારે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાની જનશક્તિ પાર્ટીના દિવાળી શુભેચ્છા આપતા પોસ્ટર લાગ્યા છે. શંકરસિંહ ના ફોટા વાળા પોસ્ટર થી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ સક્રીય રાજકારણમાં પાછા ફરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા રકાસ બાદ, શંકરસિંહ સતત કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળતા હતા. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં આવવા અંગે
ભરતસિંહ નું નીવેદન સામે આવ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને અમે સ્વીકારશો અને તેમનું સ્વાગત કરીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!