સમગ્ર દેશમાં જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યારે દેશમાં સોના-ચાંદીના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે. MCX સોનાના વાયદો હળવા ઘટાડા સાથે ખુલ્યો છે. ત્યારે સોનાના વાયદા લગભગ 90 રૂપિયાના ઘટાડા સાથે 48, 200 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
અઠવાડિયાના સોનાના ભાવની વાત કરીએ તો સોમવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47461 રૂપિયા, મંગળવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47573 રૂપિયા, બુધવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47577, ગુરૂવારના રોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48281 નોંધાયો છે.
દેશમાં કોરોનાની મહામારી માં ઓગસ્ટ 2020 માં MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે આજનો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48200 રૂપિયાની આસપાસ છે.
એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી હાલ 8000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં ચાંદીનો ઉચ્ચતમ સ્તર 79980 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો હતો.
આ હિસાબે ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તર થી અંદાજિત 12000 રૂપિયા સસ્તુ મળે છે. આજનો ચાંદીનો પ્રતિ કિલો નો ભાવ 68000 રૂપિયા થયો છે.
ગઈકાલનો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48358 રૂપિયા નોંધાયો હતો જ્યારે બુધવારના રોજ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 47761 રૂપિયા નોંધાયો હતો. ગઈકાલે ચાંદીનો પ્રતિ કિલો ભાવ 67881 રૂપિયા નોંધાયો હતો ને બુધવારના રોજ ચાંદીનો પ્રતિ કિલો ભાવ 66386 રૂપિયા નોંધાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment