સોનાના ભાવમાં આજે પણ થયો જબરદસ્ત ઘટાડો, જાણો આજનો સોનાનો ભાવ…

Published on: 12:19 pm, Fri, 23 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલની જીવન-જરૂરિયાતની વસ્તુઓનો ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત સોનાના ભાવમાં ઘટાડો થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે અઠવાડિયાના છેલ્લા દિવસ માં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવખત ઘટાડો થયો છે.

સોનાના ભાવમાં 0.20 ટકા અને ચાંદીના ભાવમાં 0.02 ટકા ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાના ભાવ રેકોર્ડ લેવલ કરતા ઘણા બધા નીચે આવી ગયા છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ ની વાત કરીએ તો 56000 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જે અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતર ભાવ હતો.

આજરોજ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 47541 રૂપિયા નોંધાયો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં ઘટાડા સાથે આજ નો ચાંદી નો ભાવ 67360 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

આ ઉપરાંત COMMODITY RESEARCH ના ડાયરેક્ટરના અનુસાર MXC પર સોના માટે 47400-47180 ના સ્તરે એક સપાટી નક્કી કરી છે. જ્યારે ચાંદી ની સપાટી માટે 66800-66400 ની વચ્ચે છે.

આ ઉપરાંત સરકાર દ્વારા સોનાની શુદ્ધતા ચેક કરવા માટે એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. BIS CARE APP થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને સોનાની શુદ્ધતા અને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધાવLવાની જાણકારી મળી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "સોનાના ભાવમાં આજે પણ થયો જબરદસ્ત ઘટાડો, જાણો આજનો સોનાનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*