સોનુ ખરીદવા માટેની સુવર્ણતક : એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો…

લગ્નની સિઝન આવે તે પહેલા સસ્તું સોનું ખરીદવા માટેની સુવર્ણતક આવી છે. 14 માર્ચ થી 17 માર્ચના કારોબારી સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કારોબારી સાહિત્યમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એક અઠવાડિયામાં સોનું સસ્તું થયું હતું. 14 માર્ચના રોજ સપ્તાહના પેલા કારોબારી સત્રમાં બુલિયન બજાર બંધ થતા સોનાની કિંમત 51961 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતી.

15 માર્ચ મંગળવાર ના રોજ જ્યારે બુલિયન માર્કેટ બંધ થઈ ત્યારે સોનાની કિંમત 51521 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઇ હતી. આ દિવસે સોનાની કિંમતમાં 440 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. 16 માર્ચ બુધવારના રોજ ત્રીજા કારોબારી સત્રમાં સોનાની કિંમત 51345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.

આ દિવસે સોનાની કિંમતમાં 176 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. 17 માર્ચ ગુરૂવારના રોજ સોનાની કિંમત 51563 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. આ દિવસે સોનાની કિંમતમાં 291 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો. આ રીતે 14 માર્ચથી લઇને 17 માર્ચ સુધી સોનાના ભાવમાં 397 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ઘટાડો જોવા મળ્યો હતો. 18 તારીખે હોળીના કારણે બજાર બંધ રહ્યું હતું.

એક અઠવાડિયામાં ચાંદી થયું એટલું સસ્તુ, 14 માર્ચના રોજ પહેલા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 68414 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. 15 માર્ચ મંગળવારના રોજ ચાંદીનો ભાવ 67200 રૂપિયા પ્રતિ ગ્રામ નોંધાયો હતો. આ દિવસે ચાંદીના ભાવમાં 1214 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો જોવા મળ્યો હતો. 16 માર્ચ બુધવારના રોજ ચાંદીનો ભાવ 67182 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો.

આ દિવસે ચાંદીના ભાવમાં 18 રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો જોવા મળ્યો હતો. 17 માર્ચ ગુરૂવારના રોજ ચાંદીનો ભાવ 68005 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. આ દિવસે ચાંદીના ભાવમાં 823 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો હતો. આ રીતે 14 માર્ચથી લઇને 17 માર્ચ સુધી ચાંદીના ભાવમાં 409 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*