સોની બજારોમાં આજરોજ સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાના કારણે 24 કેરેટ સોનું હવે પોતાના ઓલ ટાઇમ હાઇ રેટ થી 10000 રૂપિયા સસ્તુ થઇ ચૂક્યું છે તો ચાંદી 16133 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. શુક્રવારની સરખામણીએ સોનુ 125 રૂપિયા તૂટી 46185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે
તો ચાંદી 1200 રૂપિયા તૂટીને 60,000 રૂપિયા કિલો એ પહોચ્યું છે.ગયા વર્ષે 7 ઓગષ્ટે સોનુ 56153 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગયો હતો.ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500 થી 1000 રૂપિયાનું અંતર રહી શકે છે.
24 કેરેટ સોનાનો ભાવ શુક્રવારના રોજ 46310 હતો જે 125 રૂપિયા ઘટીને આજરોજ 46185 પર પહોંચી ગયો હતો. 22 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ 42420 રૂપિયા હતો જે આજે 115 રૂપિયા ઘટીને 42305 રૂપિયા પર પહોંચી ગયો હતો.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન પ્રમાણે IBJA દ્વારા જારી કરવામાં આવે દેશભરમાં 14 સેન્ટ્રરો થી સોના-ચાંદીના રેટ ને લઈને એવરેજ મૂલ્ય જણાવે છે. સોના ચાંદીનો કરંટ રેટ અથવા તેમ કહો કે હાજર ભાવ અલગ અલગ જગ્યા ઉપર અલગ હોઈ શકે પરંતુ તેની કિંમતોમાં થોડું અંતર હોઈ શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment