મહેસાણા પહોંચતા જ નીતિન પટેલે પોતાના મન ની વાત કરતા કરતા આપ્યું મોટું નિવેદન

Published on: 5:29 pm, Mon, 20 September 21

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું આપ્યા બાદ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.આજે તે મહેસાણા માં આયોજિત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલન માં સંબોધન દરમિયાન નીતિન પટેલ પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે મારું પદ ગયું તેમાં કેટલાક લોકોને ખુશી થઇ છે.

મહેસાણા કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિન પટેલ કહ્યુ કે,અમુક લોકો એવા હોય છે જેઓ નકામા હોય છે. પરંતુ મારે તેની સામે જોવાનું નથી મારે બાકીના કાર્યકર્તાઓના હિત નું જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઘણા લોકો ખુશ થતા હશે કે,નીતિનભાઈ હાશ ગયા,વિજય રૂપાણી ગયા.પરંતુ મારે કહેવું છે કે હું એક નથી ગયો આખું મંત્રીમંડળ ગયું છે.

મહત્વનું છે કે, મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલે કહ્યું કે, તે ગુજરાત છોડીને ક્યાંય પણ નથી જવાના. 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા થી ચૂંટણી લડવાની વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યુ કે, હું મહેસાણા માં શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો.મહત્વનું છે કે,મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ખુલ્લી ને તો કંઈ નથી બોલી રહ્યા.પણ સમય મળ્યે આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!