સોના અને ચાંદીની કિંમતમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. ચાંદીના ભાવ 72000 રૂપિયા કિલો સુધી પહોંચ્યો છે તો સાથે જ સોનામાં 500 રૂપિયા અને ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીમાં ગયા અઠવાડિયે આવેલા ઘટાડા બાદ આજે ફરી એકવાર જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
ભારતીય બજારોમાં સોનાં અને ચાંદીના કિમંત માં ઉછાળો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર આજે સોનુ 0.16 ટકાના વધારા સાથે 47670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે તો ચાંદી 0.26 ટકા વધીને 72000 કિલોના ભાવે પહોંચ્યું છે.
એક રીતે જોઈએ તો લગ્ન સીઝનની સાથે સોનાના ભાવ માં પણ ચમક જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટ ની વાત કરીએ તો અહી સોનાના ભાવ સપાટ લેવલ પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
હજાર સોનુ 1815 ડોલર પ્રતિ ઓસ ની સાથે કારોબાર કરી રહ્યું હતુ. શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.16 ટકાના વધારાની સાથે 47670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.
કાલે સોનાના ભાવ 0.23 ટકાના વધારા સાથે 47108 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. ચાંદીના ભાવ બે હજાર રૂપિયાનો વધારો થયો છે.
એમસીએક્સ પર મે મહિનામાં વાયદા ચાંદી ની કિમંત માં 0.26 ટકા વધીને 71869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે જ્યારે કાલે ચાંદી ની કિમંત 69809 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment