હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નદીમાં ડૂબી જવાના કારણે એક વિદ્યાર્થીનીનું કરુણ મોત થયું છે. યુવતી કોલેજે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને પછી તે પોતાના મિત્રો સાથે પિકનિક બનાવવા માટે ગઈ હતી.
અહીં યુવતી એક નદીમાં ન્હાવા માટે ઊતરી હતી. અહીં તે પાણીમાં ડૂબી ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા પછી લગભગ 4 કલાક બાદ યુવતીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે.
આ ઘટના બુધવારના રોજ બપોરના 1:00 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ ચાહત ચૌહાણ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. ચાહત પોતાના 10 મિત્રો સાથે સવારે 11:30 વાગ્યાની આસપાસ એક જગ્યાએ પિકનિક બનાવવા માટે ગઈ હતી.
અહીં ચોરલ નદીના કિનારે બેસીને બધા મિત્રો એકબીજા મસ્તી મજાક કરી રહ્યા હતા. આ દરમિયાન ચાહત અને તેના ત્રણ મિત્રો નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. ત્યારે અચાનક જ રાહત નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. તેમના મિત્રો કાંઈ સમજે તે પહેલા તો ચાહતનું પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પછી ચાહતની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ ચાર કલાક બાદ યુવતીનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં મહત્તમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment