સમાચાર

પરિણીત મહિલાએ રાત્રે ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો મહિલાએ આ પગલું શા માટે ભર્યું…

આજકાલ સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલી મહિલા થોડાક સમય પહેલા એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હતા એટલું જ નહીં. પરંતુ મહિલાના વાંધાજનક વિડીયો અને ફોટા પણ પાડ્યા હતા.

પછી યુવક મહિલાને વિડીયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો અને બ્લેકમેલ કરતો હતો.આ કારણોસર પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે હાલમાં તેઓ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે. અહીં રાત્રે 10:00 વાગ્યાની આસપાસ એક 29 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના સભ્યોએ મહિલાના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેને દરવાજો ખોલ્યો નહીં.

પછી પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી મહિલા લટકતી હાલતમાં મળી આવી હતી. પછી તેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે એક યુવકના ત્રાસથી અને બ્લેકમેલથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. હાલમાં પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *