જોરદાર હો બાકી…! ચણીયા ચોળી પહેરીને ચાલુ સાયકલમાં છોકરીએ એવા સ્ટંટ કરી આપે… વીડિયો જોઈને વાહ વાહ કરવા લાગશો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા સ્ટંટ ના વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. ઘણા સ્ટંટના વિડીયો રમુજી હોય છે તો કેટલાક આશ્ચર્યજનક પણ હોય છે. કેટલાક વીડિયો જોયા પછી ઘણા લોકો માનતા નથી કે આવું પણ થઈ શકે ?

ઘણા લોકો તેમના સ્ટંટના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે, હાલમાં એક છોકરીએ ઈન્સ્ટાગ્રામ પર ચણિયાચોલી પહેરીને સાયકલ ચલાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં યુવતીએ માત્ર સાયકલ જ નથી ચલાવી. વાસ્તવમાં તેણે કંઈક બીજું કર્યું જેનાથી લોકો આચાર્યચકિત થઈ ગયા. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

તમે ઘણા લોકોને ટ્રેક પેન્ટમાં સાયકલ ચલાવતા જોયા હશે પરંતુ આ યુવતીએ ચણિયાચોળી પહેરીને સાયકલ ચલાવી હતી. પરંતુ સ્ટંટ માત્ર આટલો જ ન હતો રસ્તા પર સાયકલ ચલાવતી વખતે છોકરીએ દોરડું કાઢ્યું, આ પછી છોકરીએ સાયકલનું પેન્ડલ ચલાવતા દોરડા કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન યુવતીની સ્મિતએ લોકોના દિલ જીતી લીધા હતા.

આ યુવતીએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર iamsecretgirl023 નામથી એકાઉન્ટ બનાવ્યું છે. એકાઉન્ટના બાયો પરથી ખબર પડી કે યુવતી ભોપાલની છે. વ્યવસાયે ડાન્સ આર્ટિસ્ટ આ છોકરીએ હાલમાં જ પોતાના એકાઉન્ટ પર એક વિડીયો અપલોડ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🍁 B_ush_ra🍁 (@iamsecretgirl023)

જેમાં તે સાયકલ ચલાવતી વખતે દોરડા કૂદતી જોવા મળી હતી. યુવતીના આ સ્ટંટના ઘણા લોકોએ વખાણ કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 16 લાખ ફોલોવર્સ છે, આ ઉપરાંત ઘણા લોકોએ તેની યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી છે. યુવતી અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાયકલ ચલાવતી હોવાના વિડિયો અપલોડ કરે છે.

ઘણી વખત યુવતી રાજસ્થાની આઉટ ફીટમાં, ક્યારેક જાપાનીઝ તો ક્યારેક મરાઠી ડ્રેસમાં યુવતી સાયકલ ચલાવતી વખતે ડાન્સ કરતી જોવા મળે છે. લોકોએ સોશિયલ મીડિયા પર છોકરીની પ્રતિભાના વખાણ કર્યા પરંતુ ઘણા લોકોએ આ સ્ટંટને જોખમી પણ ગણ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*