ઉનાળો આવતા આપણે બધા કેસર કેરીની રાહ જોતા હોય છે અને ઉનાળાની શરૂઆતમાં કેસર કેરીના ખૂબ વધારે ભાવ હોવાથી સામાન્ય લોકો તે કેરીને ખરીદી શકતા નથી પરંતુ હાલમાં દિવસે ને દિવસે કેસર કેરીની માંગમાં વધારાની સાથે સાથે આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે
ત્યારે અમરેલી જિલ્લામાં કેસર કેરી ની આગમન થઈ ગઈ છે અને આમ પણ અમરેલી જિલ્લાને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે.આપને મિત્રો જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના ખૂબ જ વધારે બગીચાઓ આવેલા છે
અને ત્યારે અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1,200 થી 2600 રૂપિયા સુધી પહોંચેલો છે.ત્યાના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરી ની આવક શરૂ થઈ છે અને 30 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને કેસર કેરીનો ભાવ 1,200 થી 2600 રૂપિયા સુધી છે
અને હાલ કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેરી ખરીદી રહ્યા છે. હાફૂસ કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2700 રૂપિયા છે અને આ બધાની વચ્ચે કેસર કેરીના ભાવમાં 400 નો ઘટાડો થયો છે જેના કારણે સામાન્ય લોકો જે કેરી ખરીદવાના રસિકો છે તેના માટે સારા સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment