લાખો ગુજરાતીઓના દિલમાં વસતો ગગુડીયો ગરીબોના દિવસોમાં સુરતમાં કરતો આ કામ… જાણો શું છે ગગુડીયાનું સાચું નામ…

Published on: 4:01 pm, Sat, 9 December 23

મિત્રો આપણા ગુજરાતમાં ઘણા બધા એવા કલાકારો છે જેઓ પોતાની રમુજી વાતોથી લાખો લોકોના દિલ જીત્યા છે. ત્યારે આજે આપણે સૌ કોઈ લોકોનું દિલ જીતનાર એવા એક કલાકાર વિશે વાત કરવાના છીએ જેનું નામ ગગુડીયો છે. મિત્રો જો તમે આખ્યાન જોયું હશે તો તમે ગગુડીયો નામ તો સાંભળ્યું જ હશે.

આ કલાકારની વાત કરીએ તો તેમનું સાચું નામ ભોળાભાઈ છે. તો આજે આપણે ગગુડીયાના જીવનની કેટલીક ન સાંભળેલી વાતો કરવાના છીએ. વાત કરીએ તો ભોળાભાઈ નાના હતા ત્યારે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ બહુ ખાસ ન હતી.

ભોળાભાઈના ગામની વાત કરીએ તે તેઓ ગુજરાતની અંદર આવેલા સાણા વાંકિયા ગામના વતની છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભોળાભાઈના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એટલે તેઓ પરિવારને મદદરૂપ બનવા માટે સુરતમાં દરજીકામ કરતા હતા. ભોળાભાઈ ને નાનપણથી જ નાટકમાં ખૂબ જ રસ હતો.

તેઓ દિવસે કામ કરતા હતા અને રાત પડે એટલે નાટક જોવા ચાલ્યા જતા હતા. નાનપણથી જ તેમને નાટકનો શોખ હતો અને ધીમે ધીમે તેમની આ ક્ષેત્રમાં રુચિ વધવા લાગી ત્યાર પછી તો તેઓ એક પછી એક પગથિયું પાર કરતા ગયા.

પછી તો તેમનું ગગુડીયાનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવ્યું અને ધીમે ધીમે તેઓ સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ગયા. આજે પણ ગગુડીયાનું નામ પડે એટલે સૌ કોઈ લોકોના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભોળાભાઈ એટલે કે ગગુડીયો પોતાના કોમેડી વિડીયો થી અત્યાર સુધીમાં ઘણી બધી કમાણી કરી ચૂક્યો છે.

એક સમયે સુરતમાં દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો ગગુડીયો આજે દરેક ગુજરાતીઓના દિલમાં વસે છે. તમે સોશિયલ મીડિયા પર અવારનવાર તેમના વિડીયો જોતા જ હશો. તો આ છે તેમના જીવનની સફળતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "લાખો ગુજરાતીઓના દિલમાં વસતો ગગુડીયો ગરીબોના દિવસોમાં સુરતમાં કરતો આ કામ… જાણો શું છે ગગુડીયાનું સાચું નામ…"

Leave a comment

Your email address will not be published.


*