ફરવા નીકળેલા મિત્રોને રસ્તામાં મળ્યા મોત..! રસ્તામાં 5 મિત્રો સાથે કંઈક એવું થયું કે, 3 મિત્રોના ઘટના સ્થળે મોત…જાણો સમગ્ર ઘટના

Published on: 1:05 pm, Tue, 1 November 22

ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસે અને દિવસે બધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના સાંભળીને તમારા પર રુવાટા બેઠા થઈ જશે. ગઈકાલે મોડી રાત્રે છોટા ઉદયપુરના નસવાડી તાલુકાના સોઢલીયા પાસે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં 3 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં અન્ય 2 મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે આ ગંભીર અકસ્માતની ઘટનામાં 3 મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી અનુસાર 5 મિત્રો કાર લઈને મધ્યપ્રદેશ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રોના ઘટના સ્થળે મોત થયા હતા.

ગઈકાલે મોડી રાત્રે નસવાડી થી પાંચ મિત્રો કાર લઈને મધ્યપ્રદેશ જવા માટે નીકળ્યા હતા. ત્યારે માંડ પાંચ કિલોમીટર પહોંચ્યા હતા. ત્યારે સોઢલીયા ગામના વળાંક પાસે અચાનક જ કાર બેકાબુ બની ગઈ હતી. જેના કારણે પુરપાડ ઝડપે જતી કાર ચારથી પાંચ વખત પલટી ખાઈને રસ્તાની બાજુના ખાડામાં પડી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં કાર ચાલક નયન.ડું.ભીલને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. જ્યારે મિંક પટેલ અને પાર્થ પટેલા નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર ત્રણેયના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઉપરાંત કારમાં સવાર ધવલ રાજપુત અને મિહિર બારિયા નામના અન્ય બે યુવકોને નાની મોટી ઈજા પહોંચી હતી.

તેમને સારવાર માટે તાત્કાલિક નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ મિત્રોના મૃત્યુ થતા જ નસવાડી નગરમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફરવા નીકળેલા મિત્રોને રસ્તામાં મળ્યા મોત..! રસ્તામાં 5 મિત્રો સાથે કંઈક એવું થયું કે, 3 મિત્રોના ઘટના સ્થળે મોત…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*