બનાસકાંઠામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન તમે ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળ્યા હશે.
ત્યારે હાલમાં બનેલી દુઃખદાયક ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાનો એક દીકરો તેના મામાના ઘરે રહેતો હતો. દીકરો પોતાના મામાના ઘરે અમદાવાદમાં રહેતો હતો. દીકરો મામાના ઘરે રહીને ધોરણ 10ની બોડેલી પરીક્ષા આપી રહ્યો હતો. આ દીકરાનું નામ સૌમ્ય ઠાકોર છે.
મળતી માહિતી અનુસાર સૌમ્ય ઠાકોરની બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે સૌમ્ય ઠાકોરની માતાનું મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુના કારણે સમગ્ર પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માતાના મૃત્યુના સમાચાર સાંભળીને સૌમ્ય ઠાકોર રડવા લાગ્યો હતો.
માતાના મૃત્યુ બાદ સૌમ્ય ઠાકરે પોતાનું મન મક્કમ બનાવીને હિંમત હાર્યા વગર બોર્ડની પરીક્ષા આપી હતી. રડતા રડતા સૌમ્ય ઠાકોરે પોતાની માતા વિશે જણાવ્યું હતું કે, મારી માતા મારા માટે એક રોલ મોડલ હતી. વધુમાં સૌમ્ય ઠાકોરે જણાવ્યું કે, હું મારી બોર્ડની પરીક્ષા પૂરી કરીશ અને મારી માતા નું અધૂરું સપનું પૂરું કરીશ.
માતાના મૃત્યુ બાદ હિંમત રાખીને સૌમ્ય ઠાકોરે બોર્ડની પરીક્ષા આપી હતી. બસ સૌમ્ય ઠાકોરની આ હિંમતના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સૌમ્ય ઠાકોરની માતાના મૃત્યુ બાદ બધા લોકોએ બાળકની માતાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment