IPLમાં મુંબઈ અને રાજસ્થાનની મેચમાં કેમેરામેનને વાગ્યો બોલ, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 6:21 pm, Mon, 4 April 22

IPL 2022 ની શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત તેની બધી જ મેચો શાનદાર રીતે રમાઈ રહી છે. IPL ને લઈને ઘણા બધા સમાચાર સામે આવે છે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL ની 9 મી મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

આ મેચ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતી સૌ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તમે જાણતા જ હશો કે, તિલક વર્મા એ આ મેચ દરમિયાન ખૂબ જ સારી રીતે પરફોર્મન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે તિલક વર્માએ 33 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી.

આ દરમિયાન તેણે જોરદાર સિક્સ મારી હતી અને તે બોલ સીધો કૅમેરામૅનના માથા સાથે ટકરાયો હતો. તમે જોયું જ હશે કે રિયાન પરાગના બોલ પર સિક્સ ફટકારતા બોલ સીધો કૅમેરામેન ના માથા પર અથડાયો હતો. આટલો જોરદાર બોલ અથડાયો હોવા છતાં કેમેરામેન ને કંઈ થયું ન હતું.

આ એક્સિડન્ટ દરમિયાન ટ્રેન્ટ બોલ્ટ કૅમેરામેનની મદદ કરવા ગયો હતો. જેને જોઈને તે કહે છે કે, બધું બરાબર છે.આટલો જોરદાર બોલ વાગ્યો હોવા છતાં કૅમેરામેને હાથ ઊંચો કરીને તેને કહ્યું કે, બધું બરાબર છે. આ જોઈને લોકો ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, તિલક વર્મા એ અશ્વિનની ઓવરમાં 33 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ‘ફોર’ અને 5 ‘સિક્સ’ મારી હતી. તેની બેટિંગ દરમિયાન આ કેમેરામેન માંડ માંડ બચ્યો હતો.

આ ઘટનાનો વીડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ લાઇક અને શેર કરી રહ્યા છે. આની સાથે સાથે IPL 2022 દરમિયાન એક થી એક ધમાકા થઇ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "IPLમાં મુંબઈ અને રાજસ્થાનની મેચમાં કેમેરામેનને વાગ્યો બોલ, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*