મિત્રો મહેનત કરવા વાળાને કઈ નડતું નથી…! રાજકોટના આ દિવ્યાંગ વિદ્યાર્થીએ 12 કોમર્સમાં બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવીને, માતા-પિતાનું નામ રોશન કર્યું…

સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ તેમના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેનું આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ઘણા લોકોએ મહેનત કરીને પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેમની મહેનતનું ફળ મળ્યું છે, ત્યારે આપણે વાત કરીશું રાજકોટ જિલ્લાની કે જેનું પરિણામ આવ્યું છેA1 ગ્રેડમાં 402, A2માં 2558, B1 ગ્રેડમાં 4165, B2 ગ્રેડમાં 4870 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

રાજકોટ જિલ્લાની ધોળકિયા સ્કૂલ ધોરણ 12માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી કે જેણે બોર્ડમાં ત્રીજો ક્રમ મેળવીને રાજકોટનું નામ રોશન કર્યું છે અને સાથે તેમના માતા-પિતાનું નામ પણ તેને રોશન કર્યું છે. રાજકોટના સ્મિત ચાંગેલાએ 99.97પર્સેન્ટાઇલ મેળવીને 95% લાવી સમગ્ર પરિવારનો સાથે સાથે રાજકોટનું નામ રોશન કર્યું.

તેનું પરિણામ આવ્યું ત્યારે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને કલેકટર બનવા માંગે છે.જેવું પરિણામ જાહેર થતાંની સાથે જ પોતાની વ્હીલચેર માં સ્કૂલેઆવીપહોચ્યો અને પોતાના સાથીઓ સાથે પરિણામ ની ઉજવણી કરી હતી.

અલગ-અલગ રાજ્યોના પરીણામ જણાવતાં કહીશ તો ડાંગ જિલ્લાનું સૌથી ઉંચું પરિણામ એટલે કે 95.45 ટકા આવ્યું છે, જ્યારે વડોદરા જિલ્લાના સૌથી ઓછું પરિણામ. સૌથી ઓછુ પરિણામ ડભોઈ નું આવ્યું છે. ડભોઈનું પરિણામ 56.43 ટકા આવ્યુ છે. અને સૌથી વધુ ડાંગ જિલ્લાનું પરિણામ રહ્યું છે.

આજે સવારે 8 વાગ્યે gseb.org વેબસાઇટ પર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ત્યારે આ વર્ષે ગુજરાત બોર્ડનું 86.95 ટકા પરિણામ આવ્યું છે. 25 હજાર વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. તેમાંથી 12માં ધોરણનાં વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી અને સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યું છે.

વાત કરવામાં આવે તો ગુજરાત બોર્ડ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.99 ટકા આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું 95 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 50 ટકા જાહેર થયું છે. ઘણા વિદ્યાર્થીઓએ મહેનત કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયાસો કર્યા હતા અને મહેનત કરીને સફળતા પણ મેળવી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*