ચોકલેટ ખાધા બાદ એક 12 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ, બાળકના પિતા નું કહેવું છે કે, પડોશીએ ઝેર ભેળવીને…

Published on: 1:40 pm, Sat, 4 June 22

હાલમાં બનેલી ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચોકલેટ ખાધા બાદ એક 12 વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. બાળકનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ 12 વર્ષીય બાળક શુભમનું ચોકલેટ ખાવાના કારણે કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર ચોકલેટ ખાધા બાદ શુભમની તબિયત લથડી હતી. જેના કારણે પરિવારના લોકો શુભમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો રસ્તામાં શુભમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ શુભમ ના પરિવાર અને આસપાસના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા માસૂમ બાળકના પિતાનો આરોપ છે કે, પડોશમાં કરિયાણાની દુકાનદારના માતાએ શુભમને ચોકલેટ આપી, ત્યારબાદ તેમની તબીયત લથડી હતી અને તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. શુભમના પિતાએ પોતાના દીકરાના મૃત્યુનો આરોપ પડોશની કરિયાણાની દુકાનદારની માતા પર લગાવ્યો છે.

શુભમના પિતાનું નામ સંતોષ થાય છે. થોડાક દિવસ પહેલા ગામમાં સંતોષના દીકરા શુભમ અને કરિયાણાની દુકાનદારના દીકરા વચ્ચે માથાકુટ થઇ હતી. જેને લઇને વિવાદ ચાલી રહ્યા હતા. આ વિવાદને લઈને અદાવત રાખીને દુકાનદારની માતાએ શુભમને ચોકલેટની લાલચ આપી હતી.

ચોકલેટ ખાઈને શુભમ ઘરે આવ્યો હતો. ત્યારબાદ શુભમની તબિયત ધીરે ધીરે લથડવા લાગી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો શુભમને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં શુભમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે શુભમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શુભમના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. શુભમના પિતાનું કહેવું છે કે, તેના દીકરાને પડોશમાં કરિયાણાની દુકાનદારની માતાએ ચોકલેટમાં ઝેરી દવા ભેળવીને ખવડાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!