સાત દિવસથી કપાસના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોને મંદીનો ગભરાટ ફેલાયો છે અને પૈસાની જરૂરીયાત વાળા ખેડૂતો કપાસ ને ઝડપથી વેચી રહ્યા છે. અત્યારે ભાવ વધવાને કારણે થઇ રહેલી છે માટે ખેડૂતોએ સમજી-વિચારીને કપાસ વેચવો જોઈએ.
ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને 50 થી 60 હજાર મણ ની આવક રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું કે કડીમાં હાલ 15 થી 20 જીનો ચાલુ છે જે આગામી ત્રણથી ચાર દિવસમાં બંધ રહેશે.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારના રોજ ઘટીને 30થી 40 ગાડીની થઈ હતી અને ભાવ 1100 થી 1240 બોલાતા હતા જ્યારે કાઠિયાવાડના કપાસની આવક 70 થી 80 ગાડી ની હતી.
અને તેના ભાવ 1150 થી 1260 બોલાતા હતા. કડીમાં બુધવારે કપાસમાં મણે ₹15 થી 20 ઘટયા હતા. સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં બુધવારે આવક ઘટી ને 24 હજાર મણ ની હતી.
અને કપાસનો ભાવ નીચામાં 1070 થી 1120 અને ઊંચા માં 1255 થી 1300 બોલાયા હતા. કપાસ નો સૌથી ઊંચો ભાવ બાબરા માર્કેટ માં 1332 બોલાયો હતો.
કપાસના ભાવ ની વાત કરીએ તો અમરેલી 800 થી 1321,સાવરકુંડલા 1011 થી 1295,મહુવા 935 થી 1240,ગોંડલ 1001 થી 1291,જામજોધપુર 1045 થી 1245.
ભાવનગર 1000 થી 1288,બાબરા 1030 થી 1332,હળવદ 1050 થી 1215,વિસાવદર 900 થી 1120,વિસનગર 500 થી 1285,વિજાપુર 1190 થી 1325 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment