હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ સોંપવા મુદ્દે NSUI એ કરી મહત્વની વાત.

209

કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ના પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. અમિત ચાવડા ના બાદ હવે ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા NSUI અને યુથ કોંગ્રેસે માંગ કરી છે. જો કોંગ્રેસને ગુજરાતમાં ટકી રહેવું હોય.

તો યુવા નેતાઓને કમાન સોંપવાની એનએસયુઆઇ દ્વારા માંગ કરવામાં આવી છે. હાર્દિક પટેલના નામ અંગે કહ્યું કે તેમને હજુ પક્ષમાં લાંબો સમય થયો નથી જેથી હાલ ઇન્દ્રવિજયસિંહ ને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ.

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી એ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.

આ બાદ કેન્દ્રીય નેતૃત્વ બંને નેતાઓના રાજીનામા નો તાત્કાલિક સ્વીકાર કર્યા બાદ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાર્દિક પટેલ ના નામ અંગે કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હાર્દિક ને હજી લાંબો સમય પક્ષમાં થયો નથી, હાર્દિક સંગઠન બનાવવામાં મહેનત કર્યા.

પરંતુ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેમને જવાબદારી મળી રહી છે તેમાં તેઓએ પોતાને સાબિત પણ કર્યા છે. કોંગ્રેસ પક્ષના હવે ગુજરાતમાં ટકી રહેવા યુવા તેમજ અનુભવની જરૂર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!