ગુજરાતમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણી વખત લોકો નાની નાની બાબત અથવા તો કોઈના ત્રાસ અથવા તો કોઈ અંગત કારણોસર કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા આવે છે. ત્યારે મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના અને હાલ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાઘેલા નામના પોલીસ કર્મીએ ગઈકાલે બપોરે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર પ્રવીણ ભાઈ વાઘેલાએ પોતાની રિવોલ્વરથી પોતાના પર પ્રહાર કર્યો હતો અને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પ્રવીણભાઈ ખંભાળિયા નજીક દ્વારકા હાઇવે પર આવેલા ખોડિયાર મંદિર પાસે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રવીણભાઈના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રવીણભાઈ વાઘેલાને ચાર દીકરીઓ છે.
પ્રવીણભાઈના મૃત્યુના કારણે સમગ્ર જિલ્લા અને ઘરમાં માતમ છવાઇ ગયો હતો. ચાર દીકરીઓ એ પિતાની છત્રછાયા ગુમાવી હતી. કયા કારણોસર પ્રવીણભાઈ આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પ્રવીણ ભાઈની પત્નીનું કોરોનામાં કરૂણ મૃત્યુ થયું હતું.
ત્યારે હવે પ્રવીણભાઈ પોતાનો જીવ બચાવ્યો છે. આ કારણોસર ચાર દીકરીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રવીણભાઈ કયા કારણોસર આ પગલું ભર્યું તેને લઈને ખંભાળિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment