ગૃહિણીઓ માટે માઠા સમાચાર : સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એક વખત વધારો…

Published on: 12:19 pm, Sat, 30 April 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. સતત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 2750 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 20-20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

કપાસિયા અને સિંગતેલના ભાવની સાથે છેલ્લા બે દિવસમાં પામોલીન તેલના ભાવ માં પણ 80 રૂપિયાનો વધારો થયો છે. હજુ પણ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે માર્કેટ યાર્ડ મગફળી અને કપાસની ખૂબ જ સારી આવક થાય છે.

સારી આવક હોવા છતાં પણ સીંગતેલ અને કપાસના તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં ખાદ્યતેલના ભાવની સાથે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ વધારો થઇ રહ્યો છે.

શાકભાજીઓના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ, અને રાંધણગેસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. જો આ જ રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતો રહ્યો, તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગૃહિણીઓ માટે માઠા સમાચાર : સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એક વખત વધારો…"

Leave a comment

Your email address will not be published.


*