બોટાદના સેથળી ગામ પાસે તાલુકા પંચાયતના પૂર્વ સભ્યોનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર બોટાદ તાલુકાના સેથળી અને રેફડા ગામ વચ્ચેથી પસાર થતી કેનાલ પાસે બોટાદ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યનું મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદના સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર બોટાદ તાલુકાના સેથળી ગામના રહેવાસી ઘનશ્યામ ભાઈ બાબુભાઈ ઝુલાસણા (ઉંમર 50 વર્ષ)નું મૃતદેહ કેનાલ પાસેથી મળી આવી હતી. મળતી માહિતી અનુસાર તેઓ 16 જાન્યુઆરી 2022ના રોજ 6.30 વાગે રેફડાના માર્ગે આવેલી વાડીએ ગાય માટે નીરણ લેવા માટે ગયા હતા.
ત્યારે અજાણ્યા યુવકે ઘનશ્યામભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેમનો જીવ લઇ લીધો હતો. અને ઘનશ્યામભાઈનું મૃતદેહ કેનાલના બાજુના રસ્તા પરથી મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા બોટાદ પોલીસ તથા બોટાદ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment