દરેક માતા-પિતાને આશા હોય છે કે, જ્યારે તે ઘરડા થાય ત્યારે તેમના બાળકો આપની સેવા કરશે અને ઘડપણ આરામથી વિતાવિશું. જો એવી પરિસ્થિતિઓ સર્જાય કે માતા-પિતાને ઘડપણમાં પોતાના દીકરાને સંભાળ રાખવી પડે તો એક માતા પિતા માટે આનાથી મોટી દુઃખ ની વાત બીજી કોઈ નથી.
આવો જ એક પરિવાર દિલ્હીમાં રહે છે. જ્યાં એક દીકરો ને રોઈને કહી રહ્યો છે કે મારા કારણે આટલી ઉંમરે મારા પિતાને કામ કરવું પડી રહ્યું છે.આ યુવકનું નામ જુનેદ છે અને તે છેલ્લા બે વર્ષથી ખાટલામાં જ છે.
આજથી બે વર્ષ પહેલાં જુનેદ કામ કરવા માટે પોતાની દુકાને જઈ રહ્યો હતો ત્યારે એક્સિડન્ટ થયું હતું. ત્યારથી તે પોતાના પગથી ચાલી શકે તેમ નથી. તેમને પોતાની સારવાર માટે મદદની જરૂર છે.
કારણ કે તેમના ઓપરેશન માં તેમના બાધા પૈસા પતિ ગયા હતા.ત્યારથી જુનેદ ભાઈ ના પિતા કે જે આજે 71 વર્ષના છે. તે કામ કરીને જુનેદ ભાઈનું અને તેમના ત્રણ બાળકો નું ગુજરાન ચલાવે છે.
હવે જુનેદ ભાઈને ફિઝિયોથેરાપીની જરૂર છે. તેનો ખર્ચ જુનેદભાઈ ઉઠાવી શકે તેમ નથી માટે જુનેદ ભાઈને આજે મદદ ની ખૂબ જરૂર છે. જુનેદ ભાઈનું કહેવું છે કે જો તેમને મદદ મળે તો તે ફરીથી ચાલી શકે તેમ છે.જુનેદ ભાઈ ના બાળકો તેમની પાસે અલગ અલગ વસ્તુઓ ની માંગણી કરે છે.
જુનેદભાઈ કહે છે કે જ્યારે હું સાજો હતો ત્યારે બાળકોના કહેતા પહેલા તેમની બધી જ ઇચ્છાઓ પૂરી કરી દેતો હતો. અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે મને તેમના ભવિષ્યની ચિંતા થવા લાગી છે. જો મને મદદ મળે તો ઉભા થઈને મારા પરિવારની પરિસ્થિતિ સુધારવા માંગો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment