આજકાલ સોશિયલ મીડિયામાં જીવ ટૂંકો થવાની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. ત્યારે વડોદરાની તેવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી ગૌતમપુરામાં રેતી ધોરણ 9ની એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.
આ ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ કયા કારણોસર પોતાનો જીવ ટૂંકો કર્યો તેનું હજુ પણ કોઈ કારણ સામે આવ્યું નથી.
આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
મૃત્યુ પામેલી યુવતીનું નામ ઝલક આશિષભાઈ પાડે હતું તેની ઉંમર 14 વર્ષની હતી. વિદ્યાર્થીની વડોદરા શહેરની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય માં ભણતી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની એક વાગ્યાની આસપાસ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.
આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર યુવતીએ પોતાનું જીવન શા માટે ટૂંકુ કર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.
આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!