ગુજરાતના આ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,ફી મામલે કર્યો મોટો ખુલાસો

Published on: 6:22 pm, Fri, 9 October 20

ગુજરાત રાજ્યમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.રાજ્યમાં દરેક જગ્યાએ ફી વધારાની વાત ચાલે છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે જે સરકારી મેડિકલ કોલેજ ચલાવે છે તેવી આઠ મેડિકલ કોલેજમાં કોઈ પણ જાતની ફી વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ ની 1600 સીટો છે તેમજ દરેક કોલેજની લગભગ 200 જેટલી સીટો હોય છે. આ સીટો પૈકી 75 ટકા સીટો સરકારી કોઠામાં છે જે ફક્ત પારદર્શિતા સાથે મેરીટ ક્વોટા થી ભરાય છે. 10 ટકા સીટો માં વધારે ફી હોય છે જેમાં ડાયરેક્ટ પ્રવેશ આપવામાં આવે છે.

160 ટકા બેઠકો એનઆરઆઈ ક્વોટાની હોય છે.1600 બેઠકો પર રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ની ફી સરકારી કવોટામાં 75 ટકા સીટ પર ત્રણ લાખ રૂપિયા ફી વસૂલાય છે. મેનેજમેન્ટ ક્વોટામાં 8 લાખ 25 હજાર હોય છે જ્યારે એન.આર.આઇ કવોટામાં 20 હજાર ડોલર ફી લેવાય છે.ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વખતે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવે છે તેમાં કોઇપણ જાતનો ફી વધારો નહીં કરવાનો.

આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજમાં આ વર્ષે કોઈ પણ જાતની ફી વધારો કરવામાં આવશે નહીં આ સિવાય ખાનગી મેડિકલ કોલેજ અને મ્યુનિસિપલ કોલેજ ચલાવે છે.

તે નિર્ધારિત કરવાની જવાબદારી તેમની રહેશે. તેમાં કોઈ હસ્તક્ષેપ સરકાર કરશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!