આજના યુગમાં મોંઘવારીએ દાવ દીધો છે તેમાં સૌ કોઈ લોકોને આર્થિક રીતે મહેનત કરવી પડે છે, ત્યારે ઘણા એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ પણ હોય છે કે જેમને એક ટંકનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે. આજનો સમય એ છે કે લોકો સંપત્તિ પાછળ ભાગે છે. જેમાં ભાઈ ભાઈ ના પણ રહેતા નથી. ત્યારે આજે આપણે એક એવા યુવક વિશે વાત કરીશું કે તમે પણ તેની વાહવાહ કરી ઉઠશો.
આ યુવકનું નામ કરશનભાઇ સુત્રેજા છે કે જેઓ કોઇ પણ જાતના સ્વાર્થ વગર જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરીને સરાહનીય કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કરશનભાઈ એ છેલ્લા 35 વર્ષથી લોકોની સેવા કરીને સમાજમાં સુગંધ ફેલાવી રહ્યા છે. કરસનભાઈ ને પહેલેથી જ સમાજ સેવા કરવાનો ખૂબ જ શોખ હતો. તેમનાથી કોઈ દુખિયા ના દુઃખ જોવાતું ન હતું.
તેથી તેમણે નક્કી કર્યું હતું કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને સમાજમાં એક આગવી ઓળખ લાવીશ. આ કરશનભાઈ રાજકોટના રહેવાસી છે. સૌ કોઈ રાજકોટવાસીઓ તેમની તેમના નામથી ઓળખે છે. ત્યારે કરશનભાઈ રાજકોટમાં ઘણા ગરીબ લોકો પોતાના સ્વજનોને લઈ સારવાર માટે પણ આવતા હતા. એટલું જ નહીં પરંતુ ત્યાં કોઈએ જાણકારીના હોવાથી ખૂબ જ હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
તેવામાં કરશનભાઈ નક્કી કર્યું હતું કે તે આવા લોકોની મદદ કરશે. જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવાથી પુણ્યનું કામ કરીએ તેમ પણ કહી શકાય. ત્યારે કરશનભાઈ એક એવું સરાહનીય કાર્ય કર્યું કે રાજકોટમાં સારવાર માટે આવતા ગરીબ લોકોને રહેવા-જમવાની બધી જ સગવડ કરી આપી.
જે કોઈ દર્દી આવે તેને કયા હોસ્પિટલમાં દાખલ કરવાની તમામ સુવિધાઓ સાથે સગવડો કરી આપે છે. જેનાથી કોઈ ગરીબ લોકોની હાલાકીનો સામનો કરવો ન પડે. જો કોઈપણ ગરીબ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હોય છે, ત્યારે તે ભૂખ્યો-તરસ્યો બેસી રહેતું હોય છે.
તેથી કરસન ભાઈએ પોતાના ખર્ચે જમવાનું અથવા તો ટિફિન પહોંચાડીને એક સરાહનીય કામગીરી કરીને ગૌરવભર્યું કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કરશનભાઈ એવા લોકોને જમવાની અને રહેવાની સગવડ પણ કરી આપે છે.અત્યારે કહી શકે તો કરશનભાઈએ આ સરાહનીય કાર્યથી સમાજમાં માનવતા મહેકાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment