રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રથમ વખત સરકાર રેશનકાર્ડ ના લાભાર્થીઓને ઘણી મોટી સુવિધા આપી રહી છે.આ અંતર્ગત હવે તમને રાશન સંબંધિત સેવાઓ ઘરે બેઠા સરળતાથી મળશે. હવે રેશનકાર્ડ સંબંધિત સેવાઓ દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર માં પણ ઉપલબ્ધ થશે.
આ સેવાઓમાં તમને નવા રેશનકાર્ડ માટે અરજી કરવા, અપડેટ કરવા અને તેને આધાર કાર્ડ સાથે લિંક કરવા જેવી સુવિધાઓ મળશે.સરકારના આ પગલાથી દેશભરના 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે.તમે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રેશન કાર્ડ અપડેટ કરી શકો છો અને આધારકાર્ડ સાથે લીંક પણ કરી શકો છો.
તમે તમારા રેશન કાર્ડની ડુપ્લીકેટ પ્રિન્ટ પણ મેળવી શકો છો. તમે રાશન ની ઉપલબ્ધતા વિશે પણ જાણી શકો છો. તમે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રાશનકાર્ડ સંબંધિત ફરિયાદો પણ કરી શકો છો. નવા રેશનકાર્ડ માટે અરજી પણ કરી શકો છો.
ડિજિટલ ઇન્ડિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી છે કે કોમન સર્વિસ સેન્ટર સુવિધાએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના ખાધ અને જાહેર વિતરણ વિભાગ સાથે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે દેશભરમાં 3.70 લાખ CSC દ્વારા રેશન કાર્ડ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ ભાગીદારીથી દેશભરમાં 23.64 કરોડ થી વધુ રેશનકાર્ડ ધારકો ને લાભ થવાની અપેક્ષા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment