રવિવારના રોજ રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં મવડી રોડ પર એક કાર કૂવામાં ખાબકી ગઇ હતી. જેના કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોના ચમત્કારી બચાવ થયા છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કારને કુવામાંથી બહાર કાઢી હતી. મળતી માહિતી અનુસાર રોડ પાસે એક લક્ઝરી કાર રોડ પર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કારચાલકે કાર પર કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ પરથી કુવામાં ખાબકી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં અજય પીઠવા નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય હિરેન સિદ્ધપરા અને વિરલ સિધ્ધપુરાનો ચમત્કારી બચાવ થયો હતો.
ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા અને સમગ્ર ઘટનાને લઇને પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કારને ટ્રેનની વડે કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આજથી લગભગ 21 દિવસ પહેલા આવો જ એક બનાવ મોરબીમાં બન્યો હતો. મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા કણકોટ ગામ પાસે એક ઇક્કો કાર કૂવામાં ખાબકી ગઇ હતી જેમાં કુલ ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા જેમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!