માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. અત્યાર સુધીમાં મા મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને ઘણા બધા ભક્તોના દુઃખ દૂર કર્યા છે.
માં મોગલના પરચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. માં મોગલના નામથી એક વખત આસ્થા બંધાઈ જાય તો જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ. માં મોગલનો પરચો જોઈને એક યુવતી નું આખું પરિવાર ખુશ થઈ જાય છે.
એક યુવતી 30 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા કબરાઉ ધામ પહોંચી હતી. જ્યોતિ મણીધર બાપુના હાથમાં 30 હજાર રૂપિયા આપે છે. ત્યારે યુવતીને પૂછવામાં આવે છે કે બેટા સાની માનતા હતી. ત્યારે યુવતી જણાવે છે કે, છેલ્લા દસ દિવસથી મારી બહેન ખૂબ જ બીમાર હતી અને તેને સતત ઉલટી થતી હતી.
તેનામાં અશક્તિ આવી ગઈ હતી અને છેલ્લા 10 દિવસથી તે ખાટલામાંથી ઊભી થઈ શકતી ન હતી. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું અને ઘણી બધી દવા લીધી પરંતુ કોઈથી સારું થયું નહીં. દિવસે ને દિવસે મારી બહેનની તકલીફ વધતી જતી હતી.
પછી મારાથી મારી બહેનની તકલીફ ન જોવાની અને મેં માં મોગલને પ્રાર્થના કરી કે મારી બહેનની તબિયત સુધરી જશે તો હું કબરાઉ ધામ આવીશ. માનતા રાખી અને તેના કલાકમાં જ મારી બેનને ઉલટી બંધ થઈ ગઈ અને તે ખાટલામાંથી ઉભી પણ થઈ ગઈ.
માં મોગલ નો આ પરચો જોઈને યુવતીનું આખું પરિવાર ખુશ થઈ ગયું છે. યુવતી પોતાની બહેન સાથે કબરાઉ ધામ આવી હોય છે. મણીધર બાપુ બંનેની વાત સાંભળે છે અને ત્યારબાદ 30000 રૂપિયા બંનેને પાછા આપી દે છે. અને મણીધર બાપુ કહે છે કે માં મોગલે તારી માનતા 151 ગણી સ્વીકારી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment