ગુજરાત રાજ્યમાં મહત્વના પાંચ પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યા છે. અમદાવાદમાં શરૂ કરેલ મેટ્રો રેલ નો પ્રોજેક્ટ ધીમું હોવાથી માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને અનેક સૂચનાઓ આપવી પડી છે. આ પ્રોજેક્ટ 2020 માં પૂર્ણ થાય છે કે નહીં એ જાણવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવેલ છે.
બીજો પ્રોજેક્ટ ગાંધીનગરના રેલવે સ્ટેશન ઉપર બનતી ફાઈવ સ્ટાર હોટલ નો છે. આ પ્રોજેક્ટ પણ પૂર્ણ થવામાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે 2020 માં પ્રોજેક્ટ પૂર્ણ થાય છે કે નહીં તે રેલ્વે મંત્રી અને હોટલ બનાવતી કંપનીઓનું છે.
ત્રીજો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો છે જે પૂર્ણ થવા માટે કેન્દ્ર સરકારે ૨૦૨૩ સુધી નો સમય આપેલ છે. અમદાવાદની જેમ ગાંધીનગર અને સુરત મેટ્રો ટ્રેન આપવા માટેનો પ્રોજેક્ટ પણ ભારે વિલંબ થઈ રહ્યો છે.
ગાંધીનગરની મેટ્રો ટ્રેન અને અમદાવાદની મેટ્રો ટ્રેન બંને નો બીજો તબક્કો કહેવામાં આવે છે.
આ પાંચ પ્રોજેક્ટમાં ફુલ મૂડીરોકાણ ૧૪૧૬૦૦ કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ માટે વિદેશી સરકારો પાસે સહાય માગવામાં આવી રહી છે. સુરતની મેટ્રો ટ્રેન માટે જર્મની , જાપાન અને ફ્રાન્સ પાસે થી સહાય માંગવામાં આવેલ છે.
વિદેશી સરકાર પાસેથી સહાય મળે છે પણ દરેક કામમાં વિલંબ થવા થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નારાજ છે.
Be the first to comment