દ્વારકાધીશ મંદિરને લઈને આવ્યા મોટા સમાચાર, દેશમાં મુસીબત વધવાના છે સંકેતો ?

Published on: 9:51 am, Fri, 10 July 20

ગુજરાતના સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદની અસર દ્વારકા જિલ્લામાં સૌથી વધારે પડેલ છે. આપણે જણાવી દઈએ કે દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ ઇંચ વરસાદ પડેલ છે. વરસાદ પડવાથી વિશ્વ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર નો દંડ તૂટી ગયેલ છે. જે જોતા દરેક લોકો સ્તબ્ધ બની ગયા છે.

ભગવાન દ્વારકાધીશનો શિખર નો દંડ હવે ભારે વરસાદ ના કારણેતૂટી જવાથી હવેથી દોરડાથી બાંધવામાં આવેલ છે.

છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાવાયરસ થી લડતા લોકો હવે સંપૂર્ણ ડરી ગયા છે કારણકે દ્વારકાધીશ મંદિર નો દંડ ટુટતા લોકોને એમ લાગી રહ્યું છે કે મોટી આપત્તિ નું સર્જન થઇ રહ્યું છે.

દ્વારકાધીશ મંદિરની પૂજા આચનાર કરનાર પુજારી શ્રી મુકુંદ ગુગડી એ જણાવ્યું હતું કે ધ્વજ એ દરેક રાજ્યના પોતાની ગૌરવની વાત હોય છે. જ્યારે આવા ધ્વજ ફાટવાની ઘટના બને એ એવા સંકેત આપે છે કે રાજ્યમાં કંઈક ખરાબ ઘટના બનવાની છે. પહેલા પણ ૧૯૯૮ ની સાલ માં આવી ઘટના બની હતી ત્યારે કંડલા બંદર પર તોફાન આવવાની ઘટના સર્જાઇ હતી.